માણસ ભગવાનની પૂજા નથી કરતો પરંતુ, તેમની મૂર્તિમાં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે.

પોતાની તુલના અન્ય સાથે ના કરો, એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા ઓછી કરો છો.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ

હૃદયથી નમવું જરૂરી છે, ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા !!

મજબૂત ઈરાદો એ એક એવું પાયાનું તત્વ છે જેને કોઈ દિવસ કાટ નથી લાગતો

સંબંધોમાં ક્યારેય પરીક્ષા ના લેશો નાપાસ સામેવાળા થશે તો પણ રડશો તો તમે જ.

સંઘર્ષ તમને થકવાડે જરૂર છે, પણ અંદરથી મજબૂત બનાવે છે અને, સંઘર્ષ છે તો સફળતા છે..

જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો, હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે !!

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ, જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

“જ્યાં કર્મ હોય ત્યાં કૃષ્ણ હોય જ, જો સારા કર્મ કરો તો સાથે અને ખરાબ કરો તો સામે..!”